રાજકોટમાં વિકરાળ બનતી જતી ટ્રાફિક સમસ્યાને અટકાવવા માટે પોલીસ દ્વારા અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે જેની માઠી અસર થઈ રહી હોય તેવી રીતે પહેલાં ટ્રાવેલ્સ સંચાલકોએ બસને પ્રવેશબંધી ફરમાવાના જાહેરનામાનો વિરોધ કર્યો તો હવે પોલીસ કમિશનર દ્વારા ગત શનિવારે મહાકાળી મંદિર રોડ, ન્યુ જાગનાથ-20 મેઈન રોડ, સરદારનગર મેઈન રોડ, ડૉ.હોમી દસ્તુર માર્ગ, વિવેકાનંદ સ્ટેચ્યુ રોડ, વિદ્યાનગર મેઈન રોડ અને મંગળા રોડ એમ સાત રસ્તાઓ ઉપર વન-વે સહિતના નિયમો લાગુ કરવામાં આવ્યા હતા.આ જાહેરનામું અમલી બનતાં પોલીસ દ્વારા ઉપરોક્ત રસ્તાઓ ઉપર બેરિકેડિંગ કરી નાખવામાં આવ્યું હતું જેના કારણે ટ્રાફિકથી હંમેશા ભરચક્ક રહેતાં એસ્ટ્રોન ચોકમાં બપોરના અરસામાં વાહનોના થપ્પા લાગી ગયા હતા.તેમજ અંદાજે અડધો કલાક સુધી ટ્રાફિક ટેરર રહ્યા છતાં કોઈ પોલીસ કર્મી કે વૉર્ડને તેને ક્લિયર કરાવવાની તસ્દી લીધો ન્હોતી. એકંદરે પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે પોલીસ દ્વારા અમલમાં મુકવામાં આવેલા વન-વેના નિયમને કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી હતી