24.6 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ: પોરાનાશક કામગીરી હેઠળ ૭૧,૩૬૯ ઘરોમાં પોરાનાશક કામગીરી કરી ૮૯૯ ઘરોમાં ફોગીંગ


ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે.
મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે.

રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ મેલેરિયા ફિલ્ડવર્કર – ૫૬, અર્બન આશા – ૪૧૫ અને વી.બી.ડી વોલેન્ટીયર્સ – ૧૧૫ દ્વારા તા.૨૪/૦૭/૨૩ થી તા.૩૦/૦૭/૨૩ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૭૧,૩૬૯ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૮૯૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ પુરૂષાર્થ સોસા., મવડીગામ પટેલ શેરી તથા બાપાસીતારામ ચોક પાસેનો વિસ્તાર, ઘ્વારકેશ સોસા. વોકહાર્ડ હોસ્પીટલ પાસેનો વિસ્તાર, દિવ્ય સિઘ્ઘી પાર્ક, અમરજીતનગર, યોગેશ્વર સોસા., વસુઘા સોસા., સદભાવના સોસા., શ્રીજી સોસા., ડ્રીમ સીટી (કનકોટ રોડ), રજપુત૫રા, સરદાર પટેલ, પલંગ ચોક શાળા નં. ૫૧ લક્ષ્મીવાડી મેઇન રોડ તથા પેટા શેરીઓ, લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશી૫, લક્ષ્મીવાડી ત્રણ માળીયા કવા., કડવીબાઇ સ્કુલ તથા આસપાસનો વિસ્તાર, ગોકુલઘામ સોસા., વગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૫૪૦ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં ૩૩૧ અને કોર્મશીયલ ૯૭ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -