રાજકોટમાં પેલેસ રોડ ઉપરની દુકાનમાંથી ચોરી કરવા અંગે પકડાયેલ આરોપીને જામીન મળ્યા છે.. રાજકોટના પેલેસ રોડ પરના રાજશૃંગી કોમ્પ્લેકસના ત્રીજા માળે આવેલી એસ. એન. ઓર્નામેન્ટ નામની સોનાના દાગીના બનાવતી દુકાનમાં દુકાનના જ કારીગર મારફતે દુકાનમાંથી આશરે ૩પ૦ ગ્રામ સોનું તેમજ રોકડ રકમ કુલ મળીને રૂ. ૧ર લાખની ચોરી થઈ હતી.. તેમજ ગુપ્ત ગૃહ-અપપ્રવેશ ઘરફોડી કરેલ જેમાં આઇ.પી.સી.ની કલમ ૪પ૪, ૪પ૭, ૩૮૦માં ગુન્હો નોંધવામાં આવ્યો છે. તથા પોલીસ કાર્યવાહીના કહેવા મુજબ આ કામના ગુન્હાને પાર પાડી આરોપીએ ડી.વી.આર.નો વિનાશ કરેલના આક્ષેપમાં અરજદાર-આરોપી શેખ નાસરૂદીન સાઇદુલ ઇસ્લામની એ-ડિવિીઝન પોલીસ દ્વારા અટક કરેલ. બાદમાં અદાલતે આરોપીની દલીલોને સાંભળી તેમજ સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાનમાં રાખી તેમજ અરજીની હકીકતોને ધ્યાને લઇ કોર્ટે આરોપીની જામીન અરજી મંજૂર કરી અને આરોપીને રૂા. ર૦,૦૦૦ના રોકડ જામીન પર છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.
રાજકોટ- પેલેસ રોડ ઉપરની દુકાનમાંથી ચોરી કરેલ આરોપીને જામીન મળ્યા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -