રાજકોટ: પેડક રોડ પર અટલ બિહારી બાજપાઈ ઓડીટોરીયમ પાસે અનામત રાખવામાં આવેલ પ્લોટમાં વોકિંગ ટ્રેક, પાર્કિંગની સુવિધા, વોલીબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટ બોલ ગ્રાઉન્ડ, નાના-મોટા કસરત માટેના સાધનો તેમજ ફૂડ પ્લાઝા વગેરેની સુવિધાઓ સાથે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવવા માટેના આયોજન અંતર્ગત મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલે સ્થળની મુલાકાત કરી હતી.
વોર્ડ નં. ૦૪ અને ૦૫નાં સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ તથા ભૂતપૂર્વ ડેપ્યુટી શ્રી અશ્વિનભાઈ મોલીયા, શ્રી વલ્લભભાઈ દુધાત્રા સાથે રહીને મ્યુનિ. કમિશનરશ્રી તેમજ બાધકામ શાખા, ટાઉન પ્લાનીગ શાખા વગેરે વિભાગો સાથે સ્થળ વિઝીટ કરી હતી તેમજ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું વોર્ડ નં. ૫માં કામ સત્વરે ચાલુ કરવા માટે મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા સંબંધિત શાખાને સૂચના આપવામાં આવી હતી.