રામ મંદીરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને ભાજપ દ્વારા વિવિધ વિસ્તારમાં આવેલા મંદિરોમાં સફાઇ અભાયન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજે સફાઇ અભિયાનમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ જોડાયા હતા અને પારસ સોસાયટીમાં આવેલ મંદિરમાં સફાઇ કરી હતી.