રાજકોટ; આજરોજ શહેરમાંથી એક જાગૃત નાગરિકનો 181 અભયમ્ પર કોલ આવે છે કે એક વૃદ્ધ માજી મળી આવેલ હોય માટે મદદની જરૂર છે..
ત્યારબાદ કોલ મળતા જ અભયમ્ ટીમના કાઉન્સિલર તૃપ્તિ પટેલ, મહિલા હોમગાર્ડ અનુશાબેન પરમાર, તેમજ પાઈલોટ વિપુલભાઈ તે માજી પાસે પહોંચ્યા અને જાણયું તો માજી તેમના બીજા દીકરાના ઘરે જવા માટે નીકળ્યા હોય અને રસ્તો ભૂલી ગયા હોય માટે ટીમ દ્ધારા માજીનું કાઉનસેલિંગ કરવામાં આવેલ ત્યારબાદ માજીએ તેમનાં દીકરાનાં ઘરનું પૂરું સરનામું જણાવેલ ના હોય માટે ટીમ દ્ધારા ઘણા પ્રયત્ન પછી માજીના દીકરાનું ઘર મળી ગયેલ અને ત્યાં તેમનાં વહુ ઘરે હાજર હતા તેમને સોપવામાં આવેલ પરંતુ તેમણે જણાવેલ કે તેઓ માજીને સાચવશે નહિ.. અને માજીએ પણ જણાવેલ કે તેમના વહુ તેમને માનસિક ત્રાસ આપતા હોય અને વ્યવસ્થિત સાચવતા નથી. તેમને બે દીકરા હોય પરંતુ એક પણ માજીને સરખી રીતે સાચવતાં નથી.. માટે ટીમ દ્ધારા દોઢથી બે કલાક માજીના વહુનું કાઉનસેલિંગ કરવામાં આવેલ, નૈતિક ફરજ વિશે સમજાવેલ, કાયદાકીય માહિતી આપેલ અને ત્યારબાદ અભયમ્ ટીમની સમજાવટ પછી માજીના વહુએ માજી ને સાચવવા અને ધ્યાન રાખવા માટે જણાવેલ..આમ ટીમ દ્ધારા દુઃખ થી પીડિત માજીનું દુઃખ હળવું કરી તેમનાં દીકરા સાથે રહેશે એવું જણાવેલ અને માજીએ પણ અભયમ્ ટીમનો આભાર વ્યક્ત કરેલ..આમ અભયમ્ દ્ધારા માજીનું તેમના પરિવાર સાથે સુલેહ કરી સુખદ મિલન કરાવેલ..