રાજકોટ મહાપાલિકા દ્વારા ગોંડલથી આવતી ભાદરની જર્જરીત પાઇપલાઇનમાં રિપેરિંગ માટે કાલે તા. 14 અને તા.15ના રોજ જુદા-જુદા 6 પાર્ટ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન આજે અચાનક ગોંડલના પમ્પીંગ સ્ટેશને વાલ્વ તુટતા ઢેબર રોડને લાગુ વોર્ડ નં.7 અને 14ના અનેક ભાગોમાં પાણી વિતરણ ખોરવાયું હતું. અચાનક પાણી ન મળતા સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેને પગલે તંત્ર દ્વારા આ વિસ્તારોમાં ગુરુવારે મુકવામાં આવેલો પાણીકાપ રદ્દ કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. મનપા દ્વારા તા. 15ના રોજ વોર્ડના ઘણા વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખવા જાહેરાત કરાઇ હતી. આજે પાઇપલાઇન રિપેરિંગ શરૂ થાય તે પૂર્વે ગોંડલના પમ્પીંગ સ્ટેશનમાં વાલ્વ બગડી જવાને કારણે વોર્ડ નં.14ના કોઠારીયા કોલોની સહિતના અમુક વિસ્તારમાં પાણી વિતરણ થઇ શકયું ન હતું.
રાજકોટ – પમ્પીંગ સ્ટેશનનો વાલ્વ તૂટતા રાજકોટમાં પાણી વિતરણ ખોરવાયું
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -