રાજકોટ પંથકમાં ગત મોડીરાત થીજ ધોધમાર વરસાદ વરસાદની શરૂઆત થઈ હતી. જેમાં કોટડા પંથકના વાદીપરા, પાંચ તલાવડા, જૂની ખોખરી, નવી ખોખરી, નાના માંડવા, માણેકવાડા, રાજગઢ, શાપર, લોઠડા, રાજપરા, સેમડાં, હડમતાળા, રિબડા સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો હતો તેમજ ભારે વરસાદ થી કોટડા સાંગાણી થી રાજકોટ જવાના તમામ માર્ગો બંધ તહી ગયા હતા. આ સાથે જ ગોંડલી અને વાછપરી ડેમમાં નવા નિર થી ડેમ ઓવરફ્લો થયો હોતો. આ ઉપરાંત ગોંડલ તાલુકાના પાટીયાળી નજીકના મોતીસર ડેમના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈને ડેમ ઓવરફ્લો થતાં 15 પાટીયા ધરાવતા ડેમના 2 પાટીયા 30 ડીગ્રી ખોલવામાં આવ્યા હતા. તેમજ ડેમની નીચેના પાટિયાળી,હડમતાળા,કોલીથડ સહિતના ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા.
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદથી કોટડા સાંગાણી થી રાજકોટ તરફ જવા ના તમામ માર્ગો બંધ…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -