રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર ઘંટેશ્વર ગામ નજીક અંદાજે રૂપિયા 110 કરોડના ખર્ચે રાજકોટ કોર્ટની નવી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના હસ્તે લોકાર્પણ થયાને હજુ બે દિવસ જ થયા છે. એવામાં કોર્ટ પરિસરમાં બેઠક વ્યવસ્થા માટે વકીલો વચ્ચે વિવાદ સર્જાયો છે. કેટલાક જુનિયર વકીલ ટેબલ લઈને કોર્ટ પરિસરમાં આવી પહોંચતા સિનિયર વકીલોએ તેમને રોક્યા હતા. જેના કારણે આ વિવાદ સર્જાયો હતો. આ મામલે રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અર્જુન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગઈકાલે કેટલાક વકીલો દ્વારા રાજકોટ કોર્ટના નવા પ્રિમાઈસીસમાં ટેબલ મૂક્યા હતા. જેના કારણે આ સમગ્ર વિવાદ ઉભો થયો હતો. રાજકોટમાં એવા ઘણા જુનિયર વકીલ મિત્રો છે જે છેલ્લા પાંચ વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. પરંતુ કોર્ટ બિલ્ડિંગમાં તેમને બેસવા માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. જેના કારણે તેમને પણ એક લાગણી હોય કે નવી બનેલી કોર્ટ બિલ્ડિંગમાં તેમને જગ્યા મળી શકે. વકીલ દ્વારા અનેક આક્ષેપ લગાવામાં આવ્યા છે.
રાજકોટ નવા બનેલ કોર્ટ પરિસર શરૂ થયાના બીજા જ દિવસે વકીલો વચ્ચે વિવાદ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -