રાજકોટ નજીક આવેલ જામગઢ હત્યાના બ્લાઇન્ડ કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે.. જામગઢ ગામે 5 દિવસ પૂર્વે વાડીએ સુતેલા યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે રાત દિવસ એક કરી તપાસનો ધમધમાટ હાથ ધરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.. અને મુકેશ વાવડીયા મૃતકના સગા મોટાભાઈની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક દારૂ ઢીંચી અવાર નવાર બીમાર પિતા સાથે મારકૂટ કરતો હતો. જે બાબતે સમજાવટ કરવા ગયેલા મોટાભાઈને પણ મૃતકે ફડાકા ઝીંક્યા હતા જેથી મોટાભાઈએ જ પાવડાનો હાથાનો અણીદાર ભાગ અને પેવર બ્લોકના ઘા ઝીંકી પતાવી દીધાનો પોલીસ તપાસમાં ખુલાસો થવા પામ્યો છે.પોલીસેચોક્કસ બાતમી આધારે ગુનામાં ફરિયાદીએ જ પોતાના સગા નાનાભાઈ મુકેશ ઉર્ફે મુકાનું ખૂન કરી નાખ્યાની હકીકત મળતા ફરિયાદીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા પોતે જ પોતાના ભાઈનું ખૂન કર્યાની કબુલાત આપતા ક્રાઈમ બ્રાન્ચે વિનુભાઈ વેલાભાઈ વાવડીયાની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો છે.