રાજકોટ નજીક આવેલું રૈયા ગામનું રામજી મંદિર એકતા નું પ્રતીક બન્યું ૧૯૪૭માં બાંધવામાં આવેલ આ રામજી મંદિરનો આઝાદીના 76 વર્ષ બાદ નવનિર્માણ કરાયું છે આ મંદિરના નવનિર્માણમાં શ્રમદાન અને આર્થિક દાનમાં હિન્દુ ની સાથે મુસ્લિમ મીરા દરોએ પણ સહયોગ આપ્યો છે મંદિરના નવનિર્માણ માટે જે પથ્થર વપરાયો છે તે ધાંગધ્રાના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે મૂર્તિ માટે ગ્રીષ્ના પથ્થરનો વપરાશ થયો છે તેમ શાસ્ત્રી ભરતભાઈ રાજ્યગુરુ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ મંદિરની ખાસિયત અંગે કમિટી મેમ્બર યોગેશભાઈ સાકરીયાએ જણાવ્યું હતું કે આ રામ મંદિર ૧૨૫ વારમાં ફેલાયું છે 500 સ્ક્વેર ફૂટમાં યજ્ઞશાળા પણ ઉભી કરવામાં આવી છે તેમજ રૈયા ગામના રામજી મંદિર નો ત્રી-દિવસ્ય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો