આગામી 19 જૂને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી યોજવાની છે. તે પહેલા કોંગ્રેસ દ્વારા મેયરને રજૂઆત કરવામાં આવી છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચુંટણી મોકૂક રાખવામાં આવે. ચૂંટણીમાં વોર્ડ નંબર 15 ના બે કોર્પોરેટર નો મતાધિકારનો કેસ હાલ કોર્ટમાં પેન્ડિંગ છે. આ બે કોર્પોરેટર મતાધિકારનો ઉપયોગ કરી શકે તેમ નથી. જેથી કોટનો ચુકાદો ન આવે ત્યાં સુધી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી મુલતવી રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો ચૂંટણી મુલતવી રાખવામાં નહીં આવે તો આગળ કોંગ્રેસ ‘ કોર્ટના દ્વાર ખટખટાવશે. તેમજ ચુંટણી પહેલા જ કોંગ્રેસ દ્વારા ડો.પ્રદીપ ડવને ચૂંટણી મુલતવી રાખવાની રજૂઆત કરવામાં આવતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.