કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો જલારામ બાપા અને સાંઈબાબા વિશે ટિપ્પણી કરતો વીડિયો વાઇરલ થયો છે. જેને લઇને ઠેર ઠેર રઘુવંશી સમાજના યુવાનોમાં રોષ વ્યાપી ગયો છે. જ્યારે આ યુવાનોની માંગણી છે કે ધારાસભ્ય ફતેસિંહ વીરપુર આવીને જલારામ બાપા અને ભક્તોની માફી માગે. તેમજ જો ધારાસભ્ય માફી નહિ માગે તો ગુજરાતભરમાં રઘુવંશી યુવા શક્તિ સંઘ(RYSS) દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે.