36.8 C
Ahmedabad
Friday, June 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ: ધારાસભ્ય દર્શિતાબેન શાહના જન સંપર્ક કાર્યાલયે આધારકાર્ડ અને ખાતા ખોલવાનો યોજાયો કેમ્પ


રાજકોટના વિધાનસભા 69 ના ધારાસભ્ય ડો. દર્શિતા બેન શાહના જન સંપર્ક કાર્યાલય ખાતે આધારકાર્ડ અને ખાતા ખોલવા માટેનો કેમ્પ યોજાયો હતો, જેમાં ખુબજ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પ દ્વારા લોકોને આધારકાર્ડ અને બેંક ખાતા ખોલવાની સુવિધા મળી હતી. જે તેમના દૈનિક જીવનમાં મહત્વપૂર્ણ રહેશે. ધારાસભ્ય દર્શિતા શાહે જણાવ્યું કે, આવા કેમ્પો લોકોની સુવિધા માટે યોજવામાં આવે છે, જેથી તેમને સરકારી યોજનાઓનો લાભ મળી શકે. કેમ્પમાં લોકોની સારી ઉત્સાહભેર ઉપસ્થિતિ રહી હતી.

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -