રાજકોટ ધર્મેન્દ્ર રોડ પર આવેલ મોચી મંદિર વાળી શેરીમાં જર્જરીત મકાન પડું પડું જેવી સ્થિતિમાં જોવા મળી રહ્યુ છે. ત્યારે આ મામલે હજુ સુધી તંત્ર દ્વારા કોઇ પણ કાર્યવાહી કરાઇ નથી. એવામાં રાજકોટ મનપા તંત્ર શુ હજુ પણ કોઇ મોટી દુર્ધટનાની રાહમાં છે તેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જ્યારે ધર્મેન્દ્ર રોડ પર બજારમાં મોટા પ્રમાણમાં લોકો ખરીદિ માટે ઉમટી પડતા હોય છે ત્યારે આ જર્જરીત મકાનના કારણે જો કોઇ દુર્ધટના સર્જાય તો જવાબદાર કોણ ?