રાજકોટ દૂધ ઉત્પાદક સંધમાં ઇન્કમટેક્સ નોટિસ મામલે દૂધ ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયાએ પોતાનું નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે વર્ષ 2017-2018 માં ઇન્કમટેક્સ દ્વારા નોટિસ અપાય હતી અને અમે અપીલમાં ગયા હતા. તેમજ અગાવ સેન્ટ્રલગોવરમેન્ટમાં અમિત શાહને રજુઆત કરી હતી ત્યારે નિર્ણય અમારા પક્ષમાં આવ્યો હતો આ સાથે તેઓએ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડાવીયા અને પરસોતમ રૂપાલાને મળ્યા હતા ત્યારે ઇન્કમટેક્સે જ અમારા પક્ષમાં નિર્ણય આપ્યો હતો બાદમાં પાછા ઇન્કમટેક્સ વાળા જ સામે અપીલમાં જતા મેટરમાં કોર્ટનો ખોટો ખર્ચ ન થાય અને પશુ પાલકોને ભાર ન પડે તે માટે કેન્દ્રીય મંત્રીને રજુઆત કરી હતી. તેમજ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે
2017-2018માં હું ચેરમેન પણ હતો નહિ ત્યારની નોટિસ છે, આ સાથે નિર્ણય અમારા પક્ષમાં જ આવશે તેમ કહી તેઓએ પોતાની વાત પૂર્ણ કરી હતી.
પ્રવિણ દોંગા જામકંડોરણા