રાજકોટ શહેરના દૂધસાગર રોડ પર પાનની દુકાન નજીક ગાંજો પીવાની મનાઈ કરતા 3થી4 શખ્સોએ વેપારીને છરીની ઘા મારીને હત્યા નિપજાવી છે. જોકે, સમગ્ર બનાવ અંગેની જાણ થતા સ્થાનિક થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તેમજ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ, SOG સહિત પોલીસ કાફલો અને ASP કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને પોલીસે હાલ મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી હત્યા થયેલી જગ્યા તેમજ આસપાસની જગ્યામાં CCTV ફૂટેજ છે કે કેમ સહિતની દિશામાં તપાસ કરી હત્યારાઓની શોધખોળ હાથ ધરી હતી ત્યારે ગણતરીની કલાકોમાં હત્યા કરનાર 4 શખ્સોને પોલીસે પોતાના સકંજામાં લેતા હત્યામાં હાઉસિંગ બોર્ડ વિસ્તારના જ અયાન સોલંકી, અરમાન બ્લોચ, રહિલ સાંધ અને સાહિલ પરમારની સંડોવણી સામે આવતા ચારેય શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.