મૂળ રાજકોટના અને સ્વીડનના રહેવાશી ડૉ. રિતેશભાઈ ભટ્ટ અને તેમના પત્ની કૃપા મહેતા દ્વારા બનાવાઇ આઈ એમ બ્લૂ કોલલર્સ નામની એપ્લિકેશન. આ એપ્લિકેશનમાં સર્વિસ સેકટર એટલે કે રિપેરિંગને લગતા વ્યવસાયની 55 કેટેગરિનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમા દરજીકામ, મોચીકામ, સુથારીકામ, કડિયાકામ, માટીકામ, મજૂરી કર્ણાટ જેવા નાના-મોટા હજારો કૌશલ્ય આધારિત વ્યવસયોના લોકોની ડિજિટલ ઓળખ આ એપ્લિકેશન દ્વારા કરવામાં આવશે. જેની જેની શરૂઆત હાલ રાજકોટ થી થશે તેમજ આ એપને ગૂગલ પ્લેસ્ટોર અને એપલ પ્લેસ્ટોર તેમજ વેબ પર થી ડાઉનલોડ કરી શકાશે. તેમજ આ એપમાં કોઈ પણ જાતનું સબસ્ક્રિપ્શન કે તેના ચાર્જિસ રખવામાં આવ્યા નથી જેથી ફ્રી ઓફ ચાર્જમાં આ એપ્લિકેશનનો ઉપયોગ બધા વ્યક્તિઓ કરી શકશે. તેમજ રાજકોટ બાદ આવનારા સમયમાં બિજા શહેરોમાં પણ આ એપ્લિકેશન શરૂ કરવામાં આવશે.