રાજકોટ-જેતપુર હાઈવે પર વીરપુર નજીક ચોંકાવનારો વીડિયો એક જાગૃત નાગરિકે બનાવી વાયરલ કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક જીપ પર બેથી ત્રણ મોટરસાયકલો બાંધેલી છે અને તેની ઉપર કેટલાક લોકો જીવના જોખમે બેસીને મુસાફરી કરી રહ્યા છે. આ પ્રકારની જોખમી મુસાફરી અન્ય વાહનચાલકો માટે પણ ખતરો ઉભો કરી શકે છે. ટ્રાફિક નિયમોનો સરેઆમ ભંગ થતો આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ અને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, તે જોવું રહ્યું. શું આવા લોકો સામે કડક પગલાં લેવાશે?તેવા સવાલો ઉદભવી રહ્યા છે.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -