ધોરાજી ના સર ભગવતસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં આજરોજ વહેતી સવારે નવમા વિશ્વ યોગ દિન ની ઉજવણી કરવામા આવી હતી. જેમાં ધોરાજીના પ્રાંત અધિકારી તથા કચેરી ના અધિકારી, મામલતદાર કચેરી ના કર્મચારીઓ, પોલીસ પી આઈ તથા પોલીસ અધિકારીઓ , નગરપાલિકા ચીફ ઓફિસર, કર્મચારીઓ, તથા સામાજિક સંસ્થાઓ ના હોદ્દેદારો અને અલગ અલગ વિસ્તાર ની શાળાઓ ના વિધાર્થીઓ તેમજ શિક્ષક ગણ સહિત 1800 થી પણ વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ યોગ દિવસની ઉજવણીમાં સમગ્ર વિશ્વના ઘણા રાજનેતાઓ અને મોટી નામી હસ્તિઓએ સહકાર આપ્યો છે.
રીપોર્ટ કૌશલ સોલંકી