આજરોજ ધોરાજી સરકારી હોસ્પિટલ તથા માનવસેવા યુવક મંડળ ના સહયોગ થી ધોરાજી સરકારી હોસ્પિટલ દ્વારા ચક્ષુદાન પખવાડીયાની ઉજવણી અંતર્ગત ધોરાજી સરકારી હોસ્પિટલનો તમામ સ્ટાફ,માનવ સેવા યુવક મંડળ, અન્ય સામાજિક સંસ્થાઓ, ધોરાજીના આગેવાનો અને કાર્યકર્તાઓ એ એકત્રિત થઈને ચક્ષુદાન જન જાગૃતિ અભિયાન હાથ ધાર્યું હતું જેમાં ચક્ષુદાન એ મહા દાન તથા ચક્ષુદાન ની જન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ બેનરો સાથે ધોરાજી સરકારી હોસ્પિટલ થી ગેલેક્સી ચોક, થી સ્ટેશન રોડ અને બાવલા ચોક સુધી ચક્ષુદાન જન જાગૃતિ અભિયાનની વિશાલ રેલી કાઢવામા આવી હતી. આ સાથે આ રેલીમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા અને ચક્ષુદાન પખવાડીયા ની ઉજવણી કરાઈ હતી