રાજકોટ જીલ્લા ના ધોરાજી થી ગ્રામ્ય વિસ્તાર પર થી ઉપલેટા તરફ જવાનો અને ચાર થી વધારે ગામડાઓ જેમા ભોળા છાડવાવદર ભોલગામડા ચીખલીયા તરફ જવાનો 13 કિલોમીટર થી વધારા નો મુખ્ય માર્ગ અતિશય ખરાબ હાલત મા હોય તેથી નાના મોટા અકસ્માત થઇ રહયા હોય અને વાહન વ્યવહાર મા પણ લોકો ને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવી રહયો છે ત્યારે અપડાઉન કરનાર વ્યક્તિઓ તથા ખેતર મા જવા માટે ખેડૂતો હોય કે ગામડા માંથી ધોરાજી શાળા એ જવા માટે વિધાર્થીઓ હોય કે દર્દીઓ હોય કે મહિલાઓ ની ડીલેવરી મા હોસ્પિટલ સુધી પહોંચવા માટે તથા હટાણુ કરવા માટે સ્થાનિક લોકો હોય આ ચાર ગામડાઓ નો જોડતો માર્ગ હોય કે મુખ્ય રસ્તાઓ અતિશય ખરાબ હાલત મા હોય ત્યારે ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી રહયો છે ચાર ગામડાઓના લોકોએ એવી ચિમકી ઉચ્ચારી છે કે 2024ની ચુંટણી પહેલા જો રસ્તાઓનુ તાત્કાલિક સમારકામ નહી થાય તો ચુંટણી નો બહિષ્કાર કરવામા આવશે
રીપોર્ટ કૌશલ સોલંકી