રાજકોટ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાની પસંદગી કરવામાં આવી છે. ત્યારે અલ્પેશ ઢોલરીયા એ આજે સત્તાવાર રીતે પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. સવારે 8:00 વાગે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતેથી ભાજપના કાર્યકર્તાઓની સાથે તેઓ નીકળીને રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા જ્યાં તેમનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહીને તેમને ખેસ પહેરાવ્યો હતો. અલ્પેશ ઢોલરીયાએ રાષ્ટ્ર સેવા કરવાનો મોકો મળશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.