રાજકોટ જિલ્લા બાબર સમાજ દ્વારા આવતી કાલે તા.૧૩ ના રવિવારના રોજ રાજકોટ જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાએલ છે. આ સાથે આનંદનગર જલજીત હોલ સામે આવેલ પૂજય રણછોડદાસ કોર્પોરેશન હોલ યુનિટ નં : ૧ ખાતે બાબર સમાજના ૩૭૨ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. જેમાં તેઓને સ્કૂલબેગ સહિતની સ્ટેશનરી કીટ શિલ્ડ પ્રમાણ પત્ર આપવામાં આવશે. તેમજ આયોજનને સફળ બનાવવા રાજકોટ જિલ્લા બાબર સમાજ કમીટીના ઇન્દુકુમાર ચૌહાણ ગોવિંદભાઇ પરમાર, મલ્કેશભાઇ પરમાર અશોકભાઇ સરવૈયા અને પ્રવિણભાઇ દેવેરા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.