23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્‍ય સભાનું પ્રમુખ ભૂપત બોદરની અધ્‍યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું જુઓ…


રાજકોટમાં  જિલ્લા પંચાયતના વર્તમાન પદાધિકારીઓના કાર્યકાળની અંતિમ સામાન્‍ય સભા આજે સવારે પ્રમુખ ભૂપત બોદરની અધ્‍યક્ષતામાં મળેલ. હવે પછીની સામાન્‍ય સભા નવા પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી માટે સપ્‍ટેમ્‍બરમાં મળશે. આજની ખાસ સામાન્‍ય સભામાં ૧૦ જેટલા ઠરાવો અધ્‍યક્ષ સ્‍થાનેથી કરાયેલ. જેમાં બહુ વગોવાયેલી બિનખેતીની સતા પરત આપવાની માંગણી સહિતના ઠરાવોનો સમાવેશ થાય છે. તેમજ આજની સામાન્‍ય સભામાં જે ઠરાવ સર્વાનુમને કરવામાં આવેલ છે તેમાં બિનખેતી સહિતની જમીનને લગતી સતા પરત આપવા, મ્‍યુ. ફાઇનાનસ બોર્ડની જેમ પંચાયત ફાઇનાનસ બોર્ડ બનાવવા, ‘જેમ’ મારફતની ખરીદીમાં જિલ્લા પંચાયતના સભ્‍ય-અધિકારી સહિત ત્રણને સમિતિમાં સમાવવા ઠરાવ થયો હતો. આ સાથે કેન્‍દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં ૧૪ માં અને ૧પ માં નાણા પંચમાંથી થયેલ વિકાસના કામની અનાવરણ તકતીમાં જરૂરી સુધારો કરવા તથા આ કામોનો ગ્રામ્‍ય કક્ષાએ ગ્રામસભામાં પ્રચાર પ્રસાર કરવા અંગે જિલ્લા પંચાયતોને કામગીરી, સરકારની યોજનાકીય લાભો, શુભેચ્‍છા જાહેરાત માટે સરકારમાંથી અલગથી ગ્રાન્‍ટ મળવા જિલ્લા કક્ષાએ તમામ ચૂંટાયેલ જનપ્રતિનિધિ વેતનમાં વધારો તથા પ્રવાસ ભથ્‍થા દરમાં વધારો કરવા જિલ્લા પંચાયત હસ્‍તકની પરત લેવાયેલ સતા/ અધિકારીને પુનઃ સ્‍થાપિત કરવા તથા જિલ્લા પંચાયત પ્રમુખને વિકાસમ ાટે ખાસ ગ્રાન્‍ટ ફાળવવા તથા રેતી રોયલ્‍ટીના અનુદાનના માપદંડો સુધારવા ૧પમાં નાણાપંચની ગ્રાન્‍ટ વહેચણીના ધોરણમાં ફેરફાર કરવા અંગે રાજકોટ જિલ્લાની ગૌચર જમીનના વનીકરણ કરવા અંગે તેમજ ચંદ્રયાન-૩ ની સફળતા માટે અભિનંદન આપતો ઠરાવ કરવામાં આવ્‍યો હતો.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -