રાજકોટ જિલ્લા પંચાયતના 11 ડોકટર કારણ વગર રજા પર રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં મોટીમારડ, વિંછીયા, કુવાડવા, કોલીથડ, ભાયાવદર, લોધીકા અને વીરપુરના આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ હેરાન થઈ ગયા છે. જે દર્દીઓ બીમાર અવસ્થામાં હોય તેણે ડૉક્ટર વિના ચેક અપ કોના પાસે કરાવે. ડોકટરની રજાને લઇને દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. આ ઘટનાને પગલે જિલ્લા વિકાસ અધિકારીએ તમામને નોટિસ ફટકારી છે. અમુક ડોકટર છેલ્લા ત્રણ મહિનાથી ફરજ પરથી ગેરહાજર હોવાનું પણ સામે આવ્યું છે. ડૉક્ટર ભગવાનનું સ્વરૂપ કહેવાય છે પરંતુ આ ડૉક્ટર ખુદ જ પોતાની ફરજ નિભવવાથી દૂર ભાગે ત્યારે દર્દીઓ કયા જાય ? ડૉક્ટરની રાજા પરથી દર્દીઓ પણ રોષમાં જોવા મળ્યા હતા.
રાજકોટ જિલ્લા પંચાયતના 11 ડોકટર કારણ વિના રજા પર, તમામને ફટકારાઇ નોટિસ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -