રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયા પાસેથી પ્રદેશ કોંગ્રેસે રાજીનામું લઈ લીધું છે. અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. જોકે, અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાઇ એ પહેલા કોંગ્રેસ પાર્ટીએ તેની હકાલપટ્ટી કરી દીધી છે. આ સાથે જ અર્જુન ખાટરિયાએ આગામી સમયમાં ભાજપમાં જોડાઇ કેસરિયો ધારણ કરે તેવી જાહેરાત પણ કરી છે. અર્જુન ખાટરિયાએ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિકાસની રાજનીતિ, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સહિતના મુદ્દાઓને લઈ કોંગ્રેસમાં ખેચાણ હતું. આ મુદ્દાઓને લઈને મને પદ પરથી હટાવ્યો હોય એવું બની શકે.