લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ હવે એક્ટિવ થઇ છે. કોંગ્રેસે આજે સંગઠનના માળખામાં ફેરફાર કર્યો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે લલિત વસોયાની નિમણૂક કરવામાં આવી છે. લલિત વસોયા રાજકોટ જિલ્લાના ધોરાજી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટાઈને એક વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાનું નિવેદન છે કે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને દબાવી રહી છે માટે ધારાસભ્યો રાજીનામાં આપી રહ્યા છે. હાલ કોંગ્રેસ પાસે રહેલા તમામ ધારાસભ્યો સુરક્ષિત છે. ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામુ આપ્યું કારણ કે રાજસ્થાનમાં તેનો બિઝનેસ શરૂ છે. ભાજપે દબાવ્યા માટે રાજીનામું આપ્યું છે.