આજરોજ રાજકોટ શહેર તથા તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદાર ભાઈઓ સરકારી અનાજના ગોડાઉન ખાતેથી રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે સ્કૂટર રેલી સ્વરૂપે માનનીય જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ શ્રીને આવેદન આપવા ગયા હતા ગુજરાત રાજ્યના 17 હજાર દુકાનદારો નજીવા કમિશનથી ધંધો ચલાવે છે ત્યારે તેમના પરિવારનું ભરણપોષણ પણ નથી થતું અને દુકાન ચલાવવાનો ખર્ચ પણ પૂરો પડતો નથી આવી પરિસ્થિતિને કારણે રાજ્ય એસોસિએશન દ્વારા મિનિમમ વીસ હજાર રૂપિયા કમીશન તથા એક ટકો વિતરણ ઘટ બાદ મળે આ બે મુખ્ય માંગણી સાથે પહેલી સપ્ટેમ્બર થી વિતરણથી અડગા રહેશું એવી અસહકારની લડતનું મંડાણ કરવામાં આવ્યું છે. ત્યારે આ લડતને અનુસંધાને આજે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને આવેદન આપવા રાજકોટ શહેર તથા રાજકોટ તાલુકાના વેપારી મિત્રો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતાં.આવેદનમાં જણાવાયું હતું કે ગુજરાતમાં રેશનડીલરોના પડતર પ્રશ્નો બાબતે રાજયના બંને એસોસિએશન ઘણા લાંબા સમયથી લેખિત અને મૌખિક રજુઆતો કરે છે. આ બાબતે સરકાર સાથે સરકારના અધિકારીઓ સાથે પણ અનેક બેઠકો થઈ ચુકી છે. તેમાં સરકારે પડતર પ્રશ્નો અંગે ચોકકસ નીતિવિષયક સર્વસંમતિ સધાઈ ગયા બાદ પૂરવઠા વિભાગ પાસે થી દરખાસ્ત કરવાનું કમીટમેન્ટ કરવામાં આવેલું તેમ છતા લાંબાસમયથી પડતર માંગણીઓની સતત ઉપેક્ષા થઈ રહી હોઈ અને યોગ્ય હકારાત્મકતા પણ નહી મળતાં ગાંધી ચિંધ્યા માર્ગે એસોસીએશન દ્વારા આજથી લડત શરૂ કરી છે.