ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ અનુસાર આજે રાજકોટ જિલ્લાના 400 જેટલા મહેસુલી કર્મચારીઓ માસ CL ઉપર ઉતરી ગયા છે. ગુજરાત રાજ્યમાં 30 મહેસુલી કર્મચારીઓ એવા છે કે જેમને બદલી માંગી નહોતી છતાં તેમની બદલી કરી નાખવામાં આવી છે. અને રાજ્યમાં અંદાજે 200 કર્મચારીઓ એવા છે કે જેઓ જિલ્લા ફેર બદલીની માંગ કરી રહ્યા છે છતાં સરકાર દ્વારા બદલી કરવામાં આવી નથી. આ સાથે જ પ્રમોશન માટેની પરીક્ષા પણ લેવામાં આવતી નથી. જેને લઈને આજે એક દિવસની માસ CL રાખવામાં આવી છે. જેને કારણે ઇ-KYC સહિતની રેવન્યુની કામગિરી અટકી પડી છે. રાજકોટ મહેસુલી કર્મચારી મહામંડળના પ્રમુખ કિરીટસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના મહેસુલી કર્મચારીઓના અલગ અલગ પ્રશ્નો માટે સરકારને અગાઉ રજૂઆત કરવામાં આવી છે. જે બાબતે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા આજે રાજકોટ સહિત રાજ્યના તમામ મહેસુલી કર્મચારીઓ એક દિવસની માસ CL ઉપર ઉતરી ગયા છે.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -