રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાળવાવદરમાં ભારે વરસાદને કારણે પાણીના ઘસમસતા પ્રવાહમાં બે યુવાન તણાયા હતા એમાંથી એક યુવાનનો ગઈકાલે આબાદ બચાવ થયો હતો જ્યારે એક યુવાન પાણીના પ્રવાહમાં ગરકાવ થયો હતો એન ડી આર એફ ની ટીમ દ્વારા ગઈકાલથી યુવાનની શોધખોળ હાથ ધરાઇ હતી દરમિયાન 12 કલાકની જહેમત બાદ પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો ભોલગામડાના યુવાન જયદીપ ભુવાનો મૃતદેહ મળ્યો હતો ધોરાજીના તાલુકા વિકાસ અધિકારી મામલતદાર ડેપ્યુટી કલેકટર અને પોલીસ સ્ટાફ સહિતના અધિકારીઓ રાત આખી ઘટના સ્થળે હાજર રહ્યા હતા મૃતદેહને પી એમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો
વિમલ સોંદરવા ધોરાજી