રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધોરાજીના વોર્ડ નંબર ત્રણના રસુલ પરા વિસ્તારમાં ધ્વજ વંદનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન અહીના લોકોએ મેરી મિટ્ટી મેરા દેશનું નામ વાળી રંગોળી બનાવી હતી ગેબનશા પીરની દરગાહ ઉપર ધ્વજ લહેરાવી ને ભારતીય અક્તા અને ભાઈચારા નુ ઉમદા ઉદાહરણ આપવામા આવ્યુ લોકોએ ગેબનશા પીરની દરગાહ પર ધ્વજ વંદન કરીને હિંદુ મુસ્લિમમાં ભાઈ ચારો બની રહે તેવી દુવા ઓ કરી હતી આંગણવાડીના જ્યોતિબેન પુરોહિત અને આંગણવાડીના બાળકો તથા રસુલપુરા વિસ્તારના લોકો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી