ધોરાજીમાં બિસ્માર રસ્તાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે ધોરાજીમાં આમ આદમી પાર્ટી ના કાર્યકરોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો વિવિધ સૂત્રો લખેલા પોસ્ટર હાથમાં લઇ અને વિરોધ નોંધાવ્યો હતો ધોરાજીમાં આર એન બી અને નગર પાલિકાના અધિકારીઓની કામગીરી સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે પોસ્ટરમાં અધિકારીઓ સામે પણ આક્ષેપ કરતા સૂત્રો લખાયા છે ધારાસભ્ય અને સાંસદ અને ધોરાજીના તમામ ઉચ્ચ અધિકારી પણ ધોરાજીના રસ્તાઓ પર જીવના જોખમે નીકળે છે એવા લખાણ સાથે વિરોધ નોંધાવ્યો હતો વિવિધ પોસ્ટરમાં વિવિધ પ્રકારના આક્ષેપો સાથે રસ્તા બાબતે અનોખો વિરોધ નોંધાવ્યો હતો ધોરાજીના રસ્તાઓ પર હું મારા જીવના જોખમે નીકળું છું તમે ???? ધોરાજી નો વિકાસ ગાંડો થયો છે ? આર એન બિ અને નગર પાલિકા હેઠળ ના અનેક રસ્તાઓ જોખમી વિકસિત ગુજરાતનું એક ઉદાહરણ ધોરાજીના ઉબડ ખાબડ રોડ રસ્તા ? ધોરાજીના રસ્તાઓ બન્યા મોત ના મુખ સમાન હવે ધારાસભ્ય અધિકારીઓ ને રસ્તા રીપેરીંગ માટે સમજાવશે ? આવા વિવિધ પ્રકારના લખાણ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો એ ઉબડ ખાબડ રસ્તા બાબતે વિરોધ પ્રદશન કર્યો હતો
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી