રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આકાશમાં ફરી કળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા જેના કારણે ધોરાજી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં હવામાન વિભાગની આગાહી બાદ ધોરાજીના સુપેડી ભૂખી વેગડી ભૂખી જમનાવડ પીપળીયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું.