રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદ બાદ નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. જેમાં ધોરાજી થી પસાર થતી સફુરા નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ની આવક નોંધાઇ હતી. તેમજ એક તરફ ભારે વરસાદ ને કારણે નદીઓ માં ફોર વહીલો તણાવાના બનાવો સામે આવી રહ્યા છે તો બીજી તરફ ધોરાજી ના કેટલાક વાહન ચાલકોની બેદરકારી પણ સામે આવી હતી. જેમાં સફુરા નદી પરના કોઝવે પર ઇકકો કાર રાખી અને અજાણ્યા ઈસમો નદીના ભય જનક વિસ્તારમાં દેખાયા હતા. આ સાથે ભારે માત્રામાં પાણીનો પ્રવાહ કોઝવે પરથી વહી રહ્યો હોવાને કારણે ધોરાજી ગામમાંથી પંચનાથ મહાદેવ મંદિર તરફ જતો રસ્તો હાલ બંધ કરવામાં આવ્યો હોવા છતાં પણ ઘણા ફોરવીલ ચાલકો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું હતું.
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી