રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલની અંદર કોરોના વાયરસની લહેરને લઈને તૈયારીઓ ચાલુ કરી દીધી છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટેની સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું સજ્જ પણ જણાઈ આવ્યું છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવિડ વિભાગ તૈયાર કરાયો છે. જેમાં 10 જેટલા બેડ પણ હાલ તૈયાર હોવાની વિગતો સામે આવી છે. અહીં કોરોનાના દર્દીઓ માટેની પણ મેડિકલની સુવિધાઓ તેમજ સંશોધન હાલ ઉપલબ્ધ રાખવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટિયનએ જણાવ્યું હતું કે, જ્યારે અગાઉની લહેરોમાં પણ હોસ્પિટલ તંત્ર તેમજ સ્ટાફ તરફથી દર્દીઓને નજીકમાં તમામ પ્રકારની સેવાઓ અને સારવાર મળી રહે તે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત જ્યારે કોરોનાની સંભવીત લહેર આવશે ત્યારે પણ હોસ્પિટલ સ્ટાફ તેમજ તંત્ર દર્દીઓને સારવાર આપવા માટે સજ્જ છે રાજ્યભરમાં કોરોનાનો પગ બેસાડો વધી રહ્યો છે તે વચ્ચે ડબલ ઋતુઓના લઈને દર્દીઓમાં વાયરલ ઇન્ફેક્શન પણ જોવા મળી રહે છે હાલ હોસ્પિટલમાં 500 થી વધુ ઓપીડી જોવા મળી રહી છે જેમાં વહેલી સવારથી દર્દીઓનો લાઈનો લાગી હોય છે..