ધોરાજી શહેરના વોર્ડ નંબર 6 ની અંદર માં છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા જે પાણીનું વિતરણ કરવામાં આવે છે તે પાણી અત્યંત દુષિત અને દુર્ગંધ પાણી વિતરણ કરી દેવામાં આવે છે આજે પણ ફરી એકવાર ધોરાજીના વોર્ડ નંબર 6 પછીના વિસ્તાર માં નગરપાલિકા દ્વારા જે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે તે દૂષિત અને દુર્ગંધ મળતું પાણી વિતરણ કરી દેવામાં આવતા મહિલાઓમાં વારંવાર રોષ જોવા મળી રહ્યો છે મહિલાઓનું કેવું છે કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારની અંદર દૂષિત પાણી વિતરણની સમસ્યા છે અનેક વખત ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈપણ જાતની નકર પગલાં લેવામાં આવતા નથી જેને કારણે લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે.
રીપોર્ટ કૌશલ સોલંકી