ધોરાજી પંથકમાં પડેલ ધોધમાર વરસાદ અને બિપોર જોય વાવાઝોડા એ બાગાયતી ખેતી કરતા ખેડૂતો ની ચિંતામાં વધારો કર્યો છે ધોરાજી પંથક ના ગ્રામ્ય વિસ્તાર માં પણ બે દિવસ સુધી ભારે પવન ફુંકાયો અને ધોધમાર 6 થી 8 ઇંચ વરસાદ પણ વર્સયો જેને કારણે કેળ ના બગીચાઓ માં ભારે નુકસાન થયું છે અને કેળ નો પાક જમીન દોષ થઈ ગયો છે ખેડૂતો નું કહેવું છે કે કેળ નો રોપ નું વાવેતર કર્યા બાદ સતત એક વર્ષ સુધી એની સાર સંભાળ રાખવાની હોઈ છે સતત એક વર્ષ ની મહેનત બાદ કેળ નું ઉત્પાદન મળે છે ગત વર્ષ એ માવઠા અને અતી વૃષ્ટિ ને કારણે કેળ નું ઉત્પાદન મળ્યું નહી અને હવે આ વર્ષ એ ભારે પવન ને કારણે કેળ ઢળી પડી આમ જ્યારે ઉત્પાદન મેળવવા નું સમય આવ્યો ત્યારે જ ખેડૂતો પર મુસીબત બની અને બિ પો ર જોઈ ત્રાટક્યું કેળ નો પાક જમીન દોષ થઈ ગયો આમ ખેડૂતો ના મોઢા સુધી આવેલ કોળિયો છીનવાઈ ગયો હતો
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી