રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેતપાકને ભારે નુકસાન થયું છે. રીબડા અને સાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલો તલીનો પાક પલળી ગયો છે. ખેતરમાં રહેલો તલીનો પાક પલળી જતા ખેડૂતોને આર્થિક નુકસાની બેઠવાનો વારો આવ્યો છે. કાળઝાળ ગરમીમાં ખેડૂતો દ્વારા તૈયાર તલનો પાક કરાયો હતો. જ્યારે ભર ઉનાળે આવેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. મોટાભાગના ખેડૂતોને ઉનાળુ પાકમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -