રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પંથકના આગેવાનોને બદનામ કરવા સબબ નોંધાયેલા ગુનાઓમાં બન્ની ગજેરા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી આ ગુનામાં પકડાયેલ પાટીદાર યુવક પિયુષ રાદડીયાની તબિયત લથડી હતી જેથી તેને હોસ્પિટલે ખસેડાયા હતા સુલતાનપુર પોલીસ સ્ટેશનમાંથી જામીન મુક્ત થયેલ પાટીદાર યુવક પિયુષ રાદડીયાને બીજા ગુનામાં ગોંડલ બી ડિવિઝન પોલીસમાં લાવતા તબિયત લથડી હતી પિયુષ રાદડીયાની તબિયત લથડતા ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો રાદડીયાની વધુ તબિયત લથડતા પોલીસ જાપ્તા હેઠળ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો