રાજકોટ જિલ્લાના સરધાર, હલેન્ડા, વાવડી, વડથલી અને ઉમરાળી ગામમાં ભારે વરસાદ આવ્યો હતો. જેના કારણે અહીંયા ગામોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની હતી. તેમજ સરધાર પાસેના ઉમરાળી ગામમાં 3 કલાકમાં12 ઇંચ વરસાદ આવ્યો હોવાનું નોંધાયું હતું આ સાથે ભારે વરસાદ આવતા ઉમરાળી ગામ સંપર્ક વિહોણું થયું હતું.