રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા ના ગ્રામ્ય પંથક માં વરસાદ એ હાલ વિરામ લીધો છે ત્યારે પહેલા પડેલ ભારે વરસાદ એ તારાજી સર્જી હતી તેમજ ભારે વરસાદ ને કારણે ખેતરોમાં પણ પુષ્કળ નુકસાન થયું હતું. આ સાથે ઉપલેટા તાલુકાના ગઢાળા ગામ પાસે આવેલ મોજ નદી પર બનાવેલ જે કોઝવે પાણીમાં ધોવાતા ઉપલેટા થી ગઢાળા ગામ તરફ જવાનો રસ્તો બંધ કરાયો હતો. તેમજ કોઝવે તૂટી જવાને કારણે ગ્રામ્ય વિસ્તાર થી શહેરી વિસ્તાર માં અવર જવર કરવામાં લોકો ને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો આ ઉપરાંત મોજ ડેમ ઓવરફલો થતા મોજ ડેમ ના કુલ 28 દરવાજા ખોલવામાં આવતા ડેમનું પાણી મોજ નદી માં ઠાલવવામાં આવ્યું હતું જેથી કોઝવેનું ધોવાણ થયું હતું.
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી