રાજકોટ તા.૨૭ જૂન – ચોમાસાનાં પગલે રાજકોટ જિલ્લાના કુલ ૭ ડેમોમાં ૨૪ કલાકમાં નવા નીરની આવક થઇ છે. જેમાં સૌથી વધુ આજી-૩ ડેમ ૧.૦૨ ફૂટ, ન્યારી-૨ ડેમ ૦.૯૮ ફૂટ, સોડવદર ડેમ ૦.૬૬ ફૂટ, મોજ ડેમ ૦.૬૨ ફૂટ , ફોફળ અને આજી-૧ ડેમ ૦.૩૦ ફૂટ, આજી-૨ ડેમ ૦.૧૬ ફૂટ સહીતના ડેમોમાં નવા પાણીની આવક થઇ છે.
આ સાથે રાજકોટ જિલ્લાના જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં નોંધાયેલ સૌથી વધુ વરસાદ ન્યારી-૨ ડેમમાં ૬૦ મી.મી.,મોજ ડેમમાં ૫૦ મી.મી., ફોફળ ડેમમાં ૩૧ મી.મી., સોડવદર ડેમમાં ૨૦ મી.મી., આજી -૩ ડેમમાં ૧૦ મી.મી., વરસાદ થયો છે. તેમ રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.