ચોમાસાની શરૂઆત થતા જ રાજકોટના હાલ બે હાલ થયા છે…. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં ખાડાઓ થી લોકો પરેશાન છે તો બીજી તરફ શહેરની બહાર નીકળ્યા પછી પણ રાજકોટના લોકોને ખાડાના ત્રાસ માંથી મુક્તિ નથી મળી રહી.. રાજકોટ શહેરની ગોંડલ ચોકડી થી લઈને ગ્રીનલેન્ડ ચોકડી વચ્ચે ખાડાઓનું સામ્રાજ્ય હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે… ત્યારે રાજકોટની આજીડેમ ચોકડી નજીક પણ નેશનલ હાઈવે પર એટલા ખાડાઓ જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો જોઈને તમને કોઈ નેશનલ હાઈવે નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં ગાડા માર્ગ હોય તેવું લાગી રહ્યું છે… ઠેર ઠેર મોટા ખાડાઓ વચ્ચેથી પસાર થતા વાહન ચાલકોએ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી… આ વાહનચાલકોએ કહ્યું હતું કે આ રસ્તા ઉપર થી તેઓ જ્યારે પસાર થવું પડે છે ત્યારે તેમને પોતાના વાહનમાં મોટી નુકસાની આવવાની ડર સતાવે છે.. ખાસ કરીને ટ્રક ચાલકોએ જણાવ્યું હતું કે મોટા ખાડાઓના કારણે ટ્રકના પાટાઓ તૂટી જાય છે… તો અન્ય એક મનોજભાઈ ગોસાઈ નામના વાહન ચાલકે જણાવ્યું હતું કે તેમણે નવી જ ભાર વાહક વાહન ખરીદ્યું છે.. જોકે પોતાના આ નવા વાહનમાં પણ અત્યારથી જ વેરેન્ટેજ આવવાનું શરૂ થઈ ગયું છે.. રોજી રોટી કમાવવા માટે લીધેલું વાહન ખરાબ રસ્તાના કારણે તૂટી જાય છે અને તેમને આર્થિક મુશ્કેલી ભોગવી પડે છે..