રાજકોટ ગોંડલ તાલુકાના ગોમટા ગામે અજાણ્યા શખ્સે બે દિવસમાં ચાર આખલાઓને ઝેરી પદાર્થ ખવરાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાની આશંકા કરવામાં આવી રહી છે જેમાં ગ્રામ પંચાયત ચોકમાં હજુ એક આખલો જીવન મરણ વચ્ચે તડફડી રહ્યો હોવાની વિગત મળી હતી આ સાથે ઝેરી પદાર્થ ખવરાવીને રખડતા ભટકતા પશુઓને મોતને ઘાટ ઉતારવામાં આવતા હોવાથી ગૌપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો