રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૦૯/૦૮/૨૦૨૩ નાં રોજ હાઇરાઇઝ બિલ્ડીંગ ગિરીરાજ એપાર્ટમેન્ટ, બીગ બજાર પાછળ, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓને કોઠારીયા રોડ ફાયર સ્ટેશનની મુલાકાત લીધેલ જેમાં વાહનો, ફાયરના સાધનોની નિદર્શન કરેલ તેના વિશે માહિતી આપેલ. તથા (૧) ધૃવ મ્યુઝીક, ઇન્દ્રપ્રસ્થનગર (૨) અક્ષર કલાસીસ બાલાજી હોલ, (૩) લક્ષ્ય એકેડમી, ૧૫૦ ફુટ રીંગ રોડ (૪) સક્સેસ કલાસીસ, મવડી મેઇન રોડ (૫) સ્માઇલ કલાસીસ, ઓમનગર, મવડી (૬) સત્યમ કલાસીસ, ૧૫૦ ફુટ રીંગ રોડ, (૭) સક્સેસ કલાસીસ, રાજકોટ ખાતેના તમામ કલાસીસમા ફાયર સેફટી અંગે તાલીમ અપાઇ.