રાજકોટમાં ઝોન કક્ષાએ પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવતા ખેલાડીઓની જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત દોડ સહિતની અલગ અલગ ઇવેન્ટ યોજાઈ છે. જેના આજે છેલ્લા દિવસે 800 મીટર દોડમાં એક વિદ્યાર્થી ઝોન કક્ષાએ ન રમ્યો હોવા છતાં ડાયરેક્ટ જિલ્લા કક્ષાએ રમાડવામાં આવ્યો હોવાનો અન્ય ખેલાડીએ આક્ષેપ કર્યો હતો. જેથી તેને રમવા ન દેવાયો તો 3,000 મીટર દોડમાં એક જ ખેલાડી હોવાથી તેનુ સ્ટેટ કક્ષાએ રમવા માટે સિલેક્શન કરવામાં ન આવ્યું. આક્ષેપ ખેલમંત્રી હર્ષ સંઘવી ને પણ X ના માધ્યમ થી જાણ કરી ન્યાયની માંગ કરવામાં આવી. જોકે આ બંને આક્ષેપો બાબતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સિનિયર કોચ રમા મદ્રાને પૂછવામાં આવ્યું તો આપણે મૌખિક રીતે આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું હતું, પરંતુ આ સિવાય અન્ય કોઈપણ ખુલાસો કરવાનું ટાળ્યું હતું.
રાજકોટ- ખેલ મહાકુંભમાં વહાલાં-દવલાં નીતિનો ખેલાડીઓએ લગાવ્યો ગંભીર આક્ષેપ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -