રાજકોટ ખાતેની હનુમાન મઢી ની પાસે આવેલ સરકારી કર્મચારીઓની હાઉસિંગ સોસાયટી નામે સિંચાઈ નગર આવેલ છે. આ સોસાયટીના સભ્યોએ પોતાના ખિસ્સામાંથી અને દાનવીરોના ટેકે શંકર ભગવાનનું એક સુંદર મજાનું મંદિર બનાવ્યું છે, અને નામ આપ્યું છે કષ્ટભંજન મહાદેવ મંદિર. લગભગ છેલ્લા 25 થી પણ વધારે વર્ષોથી નિર્માણ પામેલ આ મંદિરે, આસપાસની સોસાયટી તેમજ ઝૂંપડપટ્ટીના શ્રદ્ધાળૂઑ પણ દર્શનાર્થે આવે છે. પ્રતિ વર્ષ અહી મહાશિવરાત્રીના પર્વ ઉપરાંત ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસના દર સોમવારે મહાદેવને વિશેષ શણગાર કરવામાં આવે છે. આ શણગારના દર્શન માટે ભક્તો ઉમટી પડે છે અને આ શણગાર માટે અહીં સોસાયટી અને આસપાસના રહેવાસીઓ એવા શ્રી વિજયસિંહ બારડ, શ્રી હરેશભાઈ જોશી, શ્રી મહેશભાઈ વીસાણી શ્રી પ્રવીણભાઈ ચાવડા વગેરે વિશેષ જહેમત ઉઠાવે છે. આ સોસાયટી ના પ્રમુખ તારીખે શ્રી જેષ્ઠારામ અઢીયા અને પૂરી કારોબારી ટીમ પણ આ શુભ કાર્ય માં હમેશા મદદરૂપ થાય છે. તો ચાલો, આજે સૌ આપણે ભક્તિમય આરતીના દર્શન નો લાભ લઈએ, જય કષ્ટભંજન મહાદેવ