રાજકોટમાં હુડકો ચોકડી નજીક અમદાવાદ હાઈવે પર આવેલ મુરલીધર વે બ્રીજ પાસે ગોંડલ ચોકડી તરફથી આવતી આરએમસીની શબવાહીનીનું ટાયર બ્લાસ્ટ થતા રોંગ સાઈડમાં જઈ સામેથી આવતા બાઈકને હડફેટે લેતા પટેલ પ્રૌઢનું ઘટનાસ્થળે જ કમકમાટીભયુર્ં મોત નિપજયું હતું. બનાવ અંગે જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેમજ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને સીવીલ હોસ્પીટલે પીએમ અર્થે ખસેડી શબવાહીની ચાલકની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે શબવાહીનીનું ટાયર બ્લાસ્ટ થવાના કારણે ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા દુર્ઘટના ઘટી હોવાનું પ્રાથમીક તારણ સામે આવ્યું છે. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. વધુમાં મૃતક મુળ મહીકા ગામના વતની અને ચાર ભાઈ એક બહેનમાં મોટા અને સંતાનમાં પુત્ર એક પુત્રી છે બનાવથી પરીવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી. આ સાથે અકસ્માત સર્જનાર શબવાહીની અને મૃતકનો ફાઈલ ફોટો તેમજ શોકાતુર પરીવારજનો તસ્વીરમાં દ્દશ્યમાન થાય છે.