રાજકોટ શહેરના કાલાવડ રોડ પર જડ્ડુસ ફૂડ ફિલ્ડ રેસ્ટોરન્ટ નજીક મોડી રાતે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ એક કારમાં ભારે તોડફોડ થઈ હતી. આ કાર પૈકી કોઇ એક કાર સાથે અન્ય એક ત્રીજી કાર અથડાતાં તેમાં બેઠેલા માનસીબેન નામના મહિલાને ઇજા થતાં સારવાર લીધી હતી. કાર અકસ્માત મામલે જો કે આજે બપોર સુધી કોઇ ફરિયાદ નોંધાવાઇ નહોતી. રાતે બનાવ બન્યો ત્યારે પોલીસ દોડી ગઇ હતી. પણ બેંમાંથી એકેય કારના ચાલક મળ્યા નહોતાં.